SHREE NARAYAN SANSKRIT MAHAVIDYALAYA

PETLAD, GUJARAT, INDIA

Call us : +91 2697 224650, Email us : snsm1923@gmail.com

WELCOME TO SHREE NARAYAN SANSKRIT MAHAVIDYALAYA

શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા જ્યોતિષ કાર્યશાળાનું આયોજન....

પેટલાદ નગરની ખૂબ જૂની અને જાણીતી શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના ટ્રસ્ટીશ્રી વ્રજેશભાઈ પરીખ સાહેબની પ્રેરણાથી તથા આચાર્યશ્રી ડૉ.રઘુભાઈ જોષીજીના માર્ગદર્શન થી તારીખ ૨ ઓગસ્ટથી ૪ ઓગસ્ટ દરમ્યાન જ્યોતિષ કાર્યશાળાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાનું સંપૂર્ણ સંચાલન શ્રીપૂર્વાંગભાઈ જોશીજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામા પ્રખર જ્યોતિષીઓ મિહિરભાઈ પુરોહિત, પન્નાલાલજી વ્યાસ અને ભાવિનભાઈ દવે દ્વારા જ્યોતિષનું વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

મહાવિદ્યાલયના ઋષિકુમારો પ્રાચ્ય વિદ્યાર્થીઓ તથા આજુબાજુના સંસ્કૃત જ્યોતિષમાં રસ ધરાવતા તમામ આપ્તજનો એ બહોળા પ્રમાણમાં લાભ લઇ જ્ઞાન મેળવ્યું હતું .

કાર્યક્રમના અંતે કાર્યક્રમની સફળતા અંગે તથા જ્યોતિષ અધ્યયન થકી થતા ફાયદા અંગેની સમજણ વિદ્યાલયના આચાર્યશ્રીએ આપી હતી. તથા અંતે આભારવિધિ શ્રી જીતેન્દ્રભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.


શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વર્તમાન ઋષિકુમારો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યું. તેમજ ભગવાન વેદ વ્યાસજીનું પૂજન અર્ચન ગુરુજનો તેમજ ઋષિકુમારો દ્વારા સંપન્ન થયું. કાર્યક્રમમાં ઋષિકુમારો દ્વારા ગુરુપૂજન કરવામાં આવ્યું.ત્યાર બાદ શિષ્ય સંબંધ, ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ, તેમજ ગુરુકુળ પરંપરામાં અભ્યાસ કરવાથી સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન કરી શકાય સાથે સમાજમાં સુયોગ્ય નાગરિકનું નિર્માણ કરી શકાય તેવા વિષયો પરત્વે ચિંતન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મહાવિદ્યાલય ના આચાર્ય ડૉ. રઘુભાઈ જોષીએ ઋષિકુમારોને આધુનિક વિદ્યા અને ઋષિપરંપરા વિશે સમજ આપી આશીર્વાદ અર્પણ કરવામાં આવ્યાં. પુરાણ વિષયના પ્રાધ્યાપક જીતેન્દ્રભાઈએ વ્યાસ પૂર્ણિમાના મહત્ત્વ વિશે ઉદ્બોધન કર્યું. સાહિત્યાચાર્ય હરદેવભાઈ અને હિમાંશુભાઈએ ગુરુભક્તિ તેમજ ગુરુ સેવા અંગે પ્રવચન આપ્યું. જ્યોતિષાચાર્ય પૂર્વાંગભાઈ જોષીએ ગુરુ પ્રત્યે શ્રઘ્ધા અને વિશ્વાસ રાખો ગમે તે કાર્ય કરો તો દરેક કાર્ય માં સફળતા મળે છે એવા વિષય ઉપર ચર્ચા કરી. કિર્તીભાઇ અવસ્થીએ ગુરુમહિમા તેમજ શિષ્યના કર્તવ્ય વિષયે પ્રવચન કર્યું. અમૃતાબેન ધર્માધિકારીએ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસથી ઉત્તમ છાત્ર બની સમાજ માં ઉત્તમ કાર્ય કરી શકાય તે વિષયે પ્રવચન આપ્યું. ઋષિકુમારો ઓનલાઇન માધ્યમથી પણ જોડાયા સાથે ઋષિકુમારોએ ગુરૂપુજન તેમજ આશીર્વાદ આજ રોજ ગ્રહણ કર્યા અને સાથે સાથે ભવિષ્યમાં ઉતરોત્તર પ્રગતિ કરી સ્વનું તથા પાઠશાળનું નામ રોશન કરે તેવી શુભેચ્છા ગુરુજનોએ પાઠવી.

નિઃશુલ્ક પ્રવેશ

શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદ જિ.આણંદમાં ધો-8 પાસ અને ધો- 10 પાસ તેમજ 12 પાસ વિદ્યાર્થીને સંસ્કૃત અભ્યાસ માટે વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે.

वर्ष 2021-22 ना शैक्षणिक वर्ष नो आरंभ थई चुक्यो छे ।

वेद, सम्भाषण, कर्मकांड, ज्योतिष जेवा शिक्षणेतर वर्गो नो प्रारंभ थई गयो छे ।

वाचन विषेश सत्र खूब सारी रीते परिपूर्ण थयु ।

વિદ્યાર્થીને રહેવા જમવાની અદ્યતન સુવિધા આપવામાં આવેછે આપના મિત્રવર્ગમાં અથવા આપના પાલ્યને સંસ્કૃત ભણાવવા માટે નીચેનૉ સંપર્ક સાઘવો.

  • ડૉ. રઘુભાઇ ડી જોશી - આચાર્યશ્રી - 9913519143
  • શ્રી જીતેન્દ્રભાઈ જે વ્યાસ - 9428151630
  • શ્રી હરદેવભાઈ કે રાવલ - 9978171402
  • શ્રી પૂર્વાંગભાઇ જે જોશી - 8238583435

Download Admission Form 2021-22

News વર્ષ 2020-2021 ના શૈક્ષણિક સત્રનો પ્રારંભ તા 20-04-2020 થી થઈ રહ્યો છે । ચાલુ શૈક્ષણિક વર્ષે મહાવિદ્યાલયના આચાર્ય તથા પ્રાધ્યાપકશ્રીઓ એ ગાંધીનગર ખાતે STTI માં શૈક્ષણિક તાલીમ મેળવી । શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય ના આચાર્ય શ્રી રઘુભાઇ ડી જોશી ને ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રીના વરદ હસ્તે વિશેષ સમ્માન સાથે વિદ્યાવારિધિ (P.HD) ની ડિગ્રી એનાયત કરવામાં આવી । શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય ના ઋષિકુમાર શ્રી યોગેશ ડી જોશીને ગુજરાત રાજ્યમાં આચાર્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવતા માનનીય રાજ્યપાલશ્રીના વરદ હસ્તે ગોલ્ડ મેડલ તથા વિશેષ સમ્માન પ્રાપ્ત થયું । શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય માં ચાલતા ડિપ્લોમા ઈન જ્યોતિષ વર્ગનું 100% પરિણામ પ્રાપ્ત થયું । શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય ના વાર્ષિકોત્સવ પ્રસંગે વિવિધ શૈક્ષણિક તથા રમત - ગમત વગેરે સહાભ્યાસિક સ્પર્ધાઓમાં વિજેતા ઋષિકુમારોને સંસ્થા દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા ભ કરાયો.
Donate us